દેશભરમાં 200થી વધુ મલ્ટીબ્રાન્ડ દ્વિચક્રી વાહનના સર્વિસ સેન્ટરની ફ્રેન્ચાઇઝી ધરાવતા Speed Force ના સર્વિસ સેન્ટરનું વાપીમાં ઉદ્ઘાટન થયું
વાપીમાં છરવાડા કોપરલી રોડ સ્થિત ત્રિશલા કોમ્પ્લેક્ષમાં શનિવારથી મલ્ટીબ્રાન્ડ દ્વિચક્રી વાહનોનું સર્વિસ સ્ટેશન શરૂ કરવામાં આવ્યું છે. કુળદેવી ઓટો પાર્ટ્સ એન્ડ સર્વિસ સેન્ટર હેઠળ દેશભરમાં જાણીતી સ્પીડ ફોર્સ કંપનીની ફ્રેન્ચાઇઝી હેઠળ આ સર્વિસ સ્ટેશન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં તમામ પ્રકારના Two Wheeler ની સર્વિસ અને જે તે બ્રાન્ડના પાર્ટ્સ બદલવા કે ઓઇલની સર્વિસ પુરી પાડવામાં આવશે.
વાપીમાં શનિવારે સ્પીડ ફોર્સ કંપનીની ફ્રેન્ચાઇઝી ધરાવતું પ્રથમ મલ્ટીબ્રાન્ડ ટૂ વ્હીલર સર્વિસ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જે અંગે સ્પીડ ફોર્સ કંપનીના માર્કેટીંગ લીડર સ્નેહલ સોલંકી અને તેમની ટીમે જણાવ્યું હતું કે, તેમની કંપની દેશભરના 28 રાજ્યમાં 200થી વધુ સર્વિસ સેન્ટર ધરાવે છે. આ તમામ સર્વિસ સેન્ટર દ્વિચક્રી વાહનોના છે. જેમાં પ્રીમિયમ કંપનીના તેમજ નર્મલ વાહનોની સર્વિસ, ઓઈલિંગ કે અન્ય પાર્ટ્સ બદલવા સહિતની સવલતો પુરી...