
સોલાર પેનલ સંચાલિત બસ દ્વારા ભારતભરમાં એનર્જી સ્વરાજ યાત્રા કરી રહેલા સોલરમેને વાપીના ઉદ્યોગકારોને આપ્યો પર્યાવરણ જતનનો મંત્ર
પૃથ્વી પર વધી રહેલા તાપમાનને ઘટાડવા કેવા પગલાં જરૂરી છે. વધતા તાપમાનને કારણે પૃથ્વી પર કેવી આફતો સર્જાઈ રહી છે. તેનો ગહન અભ્યાસ કરી લોકજાગૃતિ માટે નીકળેલા IIT મુંબઈના પ્રોફેસર ચેતનસિંહ સોલંકી પોતાની સોલાર પેનલ સંચાલિત બસ લઈને વાપી આવ્યા હતાં. વાપીના ઉદ્યોગકારો સાથે તેમણે સોલાર એનર્જી અંગે વિસ્તૃત ચર્ચા કરી ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.
સોલાર પેનલ સંચાલિત અને તમામ સુવિધાઓ ધરાવતી બસ લઈને એનર્જી સ્વરાજ યાત્રાએ નીકળેલા IIT મુંબઈના પ્રોફેસર અને એનર્જી સ્વરાજ ફાઉન્ડેશનના બ્રાન્ડ એમ્બેસેડર રૂપે જોડાયેલ ચેતનસિંહ સોલંકીને સાંભળવા અને તેના ઉદેશયને જાણી પર્યાવરણ જતનમાં કઈ રીતે મદદરૂપ થઇ શકાય તેવા આશયથી વાપીના ઉદ્યોગકારોએ VIA ખાતે તેમની આ પહેલ ના ભાગ રૂપે એનર્જી સ્વરાજ ફાઉન્ડેશન સાથે જોડાઈને "એક્શન ફોર ક્લાઈમેટ કરેક્શન - સોલર એનર્જી" પરના અવેરનેશ સેશનમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ એનર્જી...