
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવમાં 40 માં વાર્ષિક ત્રિદિવસીય ઉત્સવની ઉજવણી ભવ્યાતી ભવ્ય રીતે થઈ સંપન્ન
શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર સલવાવ ની સ્થાપનાને 40 વર્ષ થતાં 40 માં વાર્ષિક ત્રિદિવસીય ઉત્સવની ઉજવણી ભવ્યાતી ભવ્ય રીતે સંપન્ન થઈ હતી. આ ત્રિદિવસીય ઉજવણી ત્રણ જુદી જુદી થીમ ઉપર કરવામાં આવી રહી છે જેમાં પ્રથમ દિવસે ગીતોહમ, બીજા દિવસે મા આદ્યશક્તિ તથા ત્રીજા દિવસે શ્રી હનુમાન ચરિત્રની બાળકો દ્વારા આબેહુબ પ્રસ્તુતિ કરાતા પ્રેક્ષકો મંત્રમુગ્ધ થયા હતા. આ રંગારંગ કાર્યક્રમ માત્ર કાર્યક્રમ ન બની રહેતા એક સમાજ ચેતના અને આપણી સંસ્કૃતિ અને તેના વારસાનું પ્રતિબિંબ બની રહ્યું હતું.
આ ઉત્સવમાં અતિથી વિશેષ તરીકે જીતુભાઈ ચૌધરી (ધારાસભ્ય કપરાડા), ડો. કરનરાજ વાઘેલા ( વલસાડ જીલ્લા પોલીસવડા), પૂજ્ય શાસ્ત્રી નૌતમ સ્વામી (વડતાલ), શાસ્ત્રી સ્વામી હરિપ્રસાદદાસજી (ગઢપુર), પૂજ્ય વિવેકસ્વરૂપ સ્વામી ( કોઠારી સાળંગપુર), કમલેશભાઈ પટેલ (અમેરિકા), હસમુખભાઈ શાહ (અમેરિકા) સહીત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
...