Monday, December 23News That Matters

Tag: Vapi News Shri Charan Gadhvi Seva Samaj Trust Valsad Navsari District and Selvas Daman new President-Vice President elected

શ્રી ચારણ ગઢવી સેવા સમાજ ટ્રસ્ટ વલસાડ, નવસારી જીલ્લા તથા સેલવાસ, દમણના નવા પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી

શ્રી ચારણ ગઢવી સેવા સમાજ ટ્રસ્ટ વલસાડ, નવસારી જીલ્લા તથા સેલવાસ, દમણના નવા પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી

Gujarat, National
શ્રી ચારણ ગઢવી સેવા સમાજ ટ્રસ્ટ વલસાડ, નવસારી જીલ્લા તથા સેલવાસ અને દમણના નવા પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. આ માટે શનિવારે સાંજે 5 વાગ્યે ધરમપુર ચાર રસ્તા ખાતે આવેલ સ્વાદ હોટેલમાં સંચાલન સમિતિ (ટ્રસ્ટી મંડળ)ની મિટીંગ મળી હતી. જેમાં સર્વાનુમતે નવા હોદ્દેદારોના નામ પર મહોર મારવામાં આવી હતી. નવા હોદેદારોની નિમણુક માટે આ અગાઉની જનરલ મીટીંગ માં નક્કી કરવામાં આવ્યું હતું જે મુજબ શનિવારે સાંજે ધરમપુર ચારરસ્તા વલસાડ નેશનલ હાઇવે પર આવેલ હોટેલ માં સંચાલન સમિતિની મીટીંગ યોજાઈ હતી. કાર્યકારી પ્રમુખ રાણાભાઈ ઞઢવી તથા દ્રસ્ટી મંડળ તથા કારોબારી સમિતિની હાજરી માં રાખવામાં આવેલ આ મિટિંગમાં નવા પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોના નામની જાહેરાત કરી તમામને અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં. નવા નિમણૂક પામેલા ટ્રસ્ટી મંડળમાં પ્રમુખ - જીતુભાઇ ગઢવી, ઉપ-પ્રમુખ - મુળજીભાઇ ગઢવી વાપી, મંત્...