
ગૌ-માતાને રાષ્ટ્રીય દરજ્જો મળે, દેશી ગૌવંશનું સંવર્ધન થાય તેવા ઉદેશથી 18 રાજ્યમાં પદયાત્રા કરનાર શિવરાજજી મહારાજનું વાપીમાં સ્વાગત
દેશમાં ગૌમાતાને રાષ્ટ્રીય દરજ્જો મળે, ગૌહત્યા બંધ થાય, દેશી ગૌવંશ નું સઁવર્ધન થાય, દરેક ગૌશાળામાં દેશી નસલની ગાયો માં સુધાર કરવા પ્રયાસ કરાય, ગૌરક્ષા, ગૌસંવર્ધન કાનૂન બને તેવા ઉદેશથી છેલ્લા 21 મહિનાથી ભારત ભ્રમણ કરી લોક જાગૃતિનો સંદેશ ફેલાવતા મૂળ રાજસ્થાનના ગૌભક્ત શિવરાજ મહારાજ વાપી આવ્યા હતાં.
વાપીમાં વાપી નજીક ટુકવાડામાં આવેલ શુભમ ગ્રીન સોસાયટીમાં તેમણે સંત્સંગ કર્યો હતો. શુભમ સોસાયટીમાં કુલ 11 વિંગ છે. જે વિંગના તમામ રહીશો દ્વારા દરરોજ ઘરે બનતી રસોઈ માં પ્રથમ રોટી ગૌમાતાને અર્પણ કરવામાં આવે છે. સોસાયટીની દરેક વિંગમાં આ માટે ખાસ ડબ્બા રાખવામાં આવ્યા છે. જેમાં રોજની 500 જેટલી રોટલી એકત્ર કરી તે રોટી ગાયમાતાને ખવડાવે છે.
ગાય માતા પ્રત્યેની આ પહેલ અંગે જાણી ગૌભક્ત શિવરાજ મહારાજ શુભમ ગ્રીન સોસાયટીમાં પધાર્યા હતાં. જેઓએ સોસાયટીના રહીશો સાથે ગૌ માતાની રક્ષા અને તેના સંવર્ધન અંગે ...