
લો બોલો…! A’ ગ્રેડના વાપી રેલવે સ્ટેશને મુસાફરો પીવાના પાણી માટે વલખા મારે છે. સામાજિક સંસ્થાની પરબો શોભાના ગાંઠિયા સમાન
ઉનાળાની કાળઝાળ ગરમીમાં જ વાપી રેલવે સ્ટેશનને મુસાફરોએ પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. વાપી રેલવે સ્ટેશન દક્ષિણ ગુજરાતમાં A ગ્રેડનું સ્ટેશન છે. અહીં અનેક સુવિધાઓ ઉભી કરવામાં આવી હોવાના બણગાં ફૂંકાઈ રહ્યા છે. સામાજિક સંસ્થાઓએ અહીં મુસાફરોને પીવાનું પાણી મળી રહે એ માટે પરબો બનાવી છે. પરંતુ આ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પરબ ના નળમાંથી એક ટીપું પાણી પણ નીકળતું ના હોય મુસાફરો તરસ છીપાવવા વલખા મારી રહ્યા છે.
ઉનાળાની કાળઝાળ ગરમીમાં જ વાપી રેલવે સ્ટેશનને મુસાફરોએ પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. વાપી રેલવે સ્ટેશન દક્ષિણ ગુજરાતનું A ગ્રેડનું રેલવે સ્ટેશન છે. તો, સૌથી વધુ આવક રળી આપતું પશ્ચિમ રેલવે નું મહત્વનું રેલવે સ્ટેશન છે. હાલમાં અહીં અનેક સુવિધાઓ ઉભી કરવામાં આવી હોવાના બણગાં ફૂંકાઈ રહ્યા છે. એવા સમયે મુસાફરો માટે પીવાના પાણીની તંગી સર્જાઈ છે. સામાજિક સંસ્થાઓએ અહીં મુસાફરોને પીવ...