વાપી નજીક નાની તંબાડી ગામની સરપંચ શિલ્પા પટેલ 5 હજારની લાંચ સ્વીકારતા ACB ના છટકામાં સપડાઈ…!
વાપી નજીકના તંબાડી ગામની સરપંચ શિલ્પા પટેલને 5 હજારની લાંચ સ્વીકારતા ઝડપી પાડી ACB ની ટીમે વધુ કાર્યવાહી હાથ ધરી છે. લાંચના કેસમાં પકડાયેલ મહિલા સરપંચે પંચાયતનો દાખલો આપવા પેટે 5000 રૂપિયાની માંગણી કરી હતી. જે લાંચની રકમ આપવા નહિ માંગતા જાગૃત નાગરિકે ACB માં ફરિયાદ કરી હતી. એ આધારે ACB એ છટકું ગોઠવ્યું હતું. ACB એ નાની તંબાડી નુતન ફળીયા રાજેન્દ્રભાઇ પ્રવીણભાઇ પટેલના શોપીંગ સેન્ટરની દુકાન નં.1 મા લાંચ ની રકમ સ્વીકારતા મહિલા સરપંચ ને ઝડપી પાડી હતી.
વલસાડ અને ડાંગ ACBની ટીમે વધુ એક સફળ રેઇડ કરી છે. જે અંગે ટ્રેપીંગ અધિકારી ડી. એમ. વસાવા, પોલીસ ઇન્સપેકટર, વલસાડ અને ડાંગ ACB પોલીસ સ્ટેશન તથા સુપર વિઝન અધિકારી આર. આર. ચૌધરી, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ દ્વારા અખબારી યાદી જાહેર કરી વિગતો આપવામાં આવી હતી કે, એક જાગૃત નાગરીકે આપેલી ફરિયાદ આધારે વાપી નજીક આવેલ નાની તંબાડી ગ્રામ પંચાયતના મહ...