વાપી GIDCની કંપનીમાં યોજાયેલ મૉકડ્રિલ વખતે સરીગામ ફાયરના વાહનને પહોંચ્યું નુકસાન, સાંકડા પ્રવેશદ્વાર ધરાવતી કંપનીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો…!
વાપી GIDCમાં સ્થિત કંપનીમાં 15મી ફેબ્રુઆરી-2024ના Off-Site Emergency Mock Dril (મૉકડ્રિલ) યોજવામાં આવી હતી. જેમાં વાસ્તવિક સિનારીઓ ઊભો કરી વાપી, સરીગામ થી ફાયરના જવાનો સાથે લાયબંબા બોલાવવામાં આવ્યા હતાં. જે સમયે કંપનીના મુખ્ય ગેટ પર સરીગામ ફાયરના વાહનનો યોગ્ય ટર્ન નહિ લાગતા પ્રવેશદ્વાર સાથે વાહનનો સાઈડનો ભાગ અથડાયો હતો. જો કે, આવી ઘટનાઓ સાચુકલી ઇમરજન્સી વખતે બને નહિ તે માટે કંપનીઓના પ્રવેશદ્વારને લગતી બાબતો ધ્યાનમાં લેવામાં આવશે તેવું ઉપસ્થિત DISH અધિકારીએ જણાવ્યું હતું.
વલસાડ જિલ્લાના ઔદ્યોગિક એકમોમાં બનતી દુર્ઘટનાઓના કારણે ઊભી થતી ઈમરજન્સીને પહોચી વળવા જિલ્લા વહીવટી તંત્ર અને વલસાડ નાયબ નિયામક- ઔદ્યોગિક સલામતી અને સ્વાથ્ય તથા ડિસ્ટ્રિક્ટ ક્રાઇસીસ ગ્રૂપ દ્વારા વાપી GIDCમાં સ્થિત Huber Group India Pvt. Ltd. (હૂબર ગ્રુપ ઈન્ડિયા પ્રાઇવેટ લિ. કંપની)માં 15મી ફેબ્રુઆરી-2024ના Off-Sit...