Friday, March 14News That Matters

Tag: Vapi News Sanskar Bharti High School in Vapi organized a grand annual day celebration with Bagban theme

વાપીમાં સંસ્કાર ભારતી હાઈસ્કૂલમાં બાગબાન થીમ સાથે એન્યુઅલ ડે સેલિબ્રેશનનું ધમાકેદાર આયોજન

વાપીમાં સંસ્કાર ભારતી હાઈસ્કૂલમાં બાગબાન થીમ સાથે એન્યુઅલ ડે સેલિબ્રેશનનું ધમાકેદાર આયોજન

Gujarat, National
વાપી ટાઉન વિસ્તારમાં આવેલ સંસ્કાર ભારતી હાઈસ્કૂલમાં શનિવારે શાળાનો એન્યુઅલ ડે ઉજવવામાં આવ્યો હતો. બાગબાન થીમ સાથે ઉજવાયેલ આ એન્યુઅલ ડે માં શાળામાં અભ્યાસ કરતા નર્સરી થી લઈને ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓએ પોતાનામાં રહેલી પ્રતિભાના દર્શન કરાવ્યા હતાં. એન્યુઅલ ડે માં ગણમાન્ય અતિથિઓ ઉપરાંત 1000 જેટલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતાં. એન્યુઅલ ડે સેલિબ્રેશન માં સૌ પ્રથમ બાળકોએ સ્વાગત ગીત પ્રસ્તુત કર્યું હતું. જે બાદ મુખ્ય મહેમાનોના હસ્તે દીપપ્રાગટ્ય કરી સમગ્ર કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો. જેમાં સંસ્કાર ભારતી હાઇસ્કુલના પ્રિન્સિપાલ રાહુલ શ્રીવાસ્તવએ શાળાનો એન્યુઅલ રીપોર્ટ રજૂ કર્યો હતો. શાળામાં બાળકોને અભ્યાસ સાથે સ્પોર્ટ્સ સહિતની એક્ટિવિટીમાં કઈ રીતે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે. તેની રૂપરેખા રજૂ કરી હતી. શાળાના વિદ્યાર્થીઓ દરેક પરીક્ષામાં શાળાનું નામ સતત રોશન કરી રહ્યા હોય...