વાપી નગરપાલિકાની સામાન્ય સભામાં નગર રચના યોજના નં.1(વાપી)ને સરકારશ્રીમાં સાદર કરવા બહાલી
વાપી નગરપાલિકાના સભા ખંડમાં પાલિકા પ્રમુખના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સત્તા પક્ષ અને વિપક્ષના સભ્યોની સહમતીથી ગત વખતની વિવિધ કાર્યવાહી ને બહાલી અપાઈ હતી. સામાન્ય સભામાં પાલિકા કર્મચારીઓને કાયમી કરવા પગાર વધારવા અંગે સત્તાપક્ષના સભ્યોએ રજુઆત કરી હતી. જ્યારે વિપક્ષ દ્વારા લાઈટ, પાણી, રસ્તાની ની રજુઆત કરવામાં આવી હતી.
વાપી નગરપાલિકામાં 19/12/2024ના ગુરુવારે ના રોજ વાપી નગર સેવા સદનના સભાખંડમાં સામાન્ય સભા યોજાઈ હતી. પાલિકા પ્રમુખના અધ્યક્ષપણા હેઠળ યોજાયેલ આ સભામાં વાપી નગરપાલિકામાં તા-30/07/2024 ની મળેલ સામાન્ય સભાની કાર્યવાહી નોંધને બહાલી અપાઈ હતી. તેમજ વાપી નગરપાલિકાનો સને 2024-25નો એપ્રિલ-24 થી સપ્ટેમ્બર-24 સુધીનો છ માસિક હિસાબ મંજૂર કરવામાં આવ્યો હતો. તો, વાપી નગરપાલિકાની કારોબારી સમિતિની કાર્યવાહી નોંધને બહાલી આપવામાં આવી હતી.
સામાન્ય સભામાં ...