Sunday, December 22News That Matters

Tag: Vapi News Rajesh Vasant Parmar on remand Dungra Police has arrested him in the crime of grabbing land worth 2 crores 56 lakhs of Rata Chhiri village

રાજેશ વસંત પરમાર રિમાન્ડ પર, રાતા-છીરી ગામની 2.56 કરોડની જમીન હડપ કરવાના ગુન્હામાં ડુંગરા પોલીસે કરી છે અટક…!

રાજેશ વસંત પરમાર રિમાન્ડ પર, રાતા-છીરી ગામની 2.56 કરોડની જમીન હડપ કરવાના ગુન્હામાં ડુંગરા પોલીસે કરી છે અટક…!

Gujarat, Most Popular, National
વાપીના ડુંગરા પોલીસ મથકે 77 વર્ષની વૃદ્ધાની કરોડોની જમીન હડપ કરી લેવા મામલે રાજેશ વસંત પરમાર નામના વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઇ છે. રાજેશ વસંત પરમાર નામના આ વ્યક્તિએ વૃદ્ધાની માલિકીની એક જમીનનો 85 લાખમાં સોદો કર્યા બાદ એ જમીનના વેંચાણ પેટે નીકળતા બાકી 38 લાખ રૂપિયા નહિ આપી તેમજ તેના નામે ખોટી સહી કરી, બોગસ પાવર ઓફ એટર્ની તૈયાર કરી કુલ 2.56 કરોડની જમીન હડપ કરી લીધી હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કરાયો છે. ડુંગરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ મુજબ રાતા અને છીરી ગામની અલગ અલગ 10 જેટલા સર્વે નંબર વાળી જમીનની મૂળ માલિક મંજુલા રમેશચંદ્ર શાહ છે. જેની પાસે રાજેશ વસંત પરમારે 2019માં સર્વે નંબર 232 વાળી જમીનનો 85 લાખમાં સોદો કર્યો હતો. જે સોદાની રકમ પૈકી 35 લાખ રોકડા અને 12 લાખના ચેક મળી કુલ 47 લાખ રૂપિયા રાજેશ વસંત પરમારે મૂળ જમીન માલિક મંજુલાબેન શાહને આપ્યા હતાં. જ્યારે 38 લાખની રકમ ચૂકવી નહોતી. જ...