Friday, January 31News That Matters

Tag: Vapi News Railway police arrested a Nepali youth who threatened railway safety by placing a cement pillar on the railway track near Vapi

વાપી નજીક રેલવે ટ્રેક પર સિમેન્ટનો થાંભલો મુકી રેલવે સલામતીને જોખમમાં મુકનાર નેપાળી યુવકની રેલવે પોલીસે ધરપકડ કરી

વાપી નજીક રેલવે ટ્રેક પર સિમેન્ટનો થાંભલો મુકી રેલવે સલામતીને જોખમમાં મુકનાર નેપાળી યુવકની રેલવે પોલીસે ધરપકડ કરી

Gujarat, National
ગત 25મી જુનના રાત્રીના સમયે વાપી નજીક બલિઠા પાસે રેલવે ટ્રેક પર સિમેન્ટનો થાંભલો મુકવાની ઘટના બની હતી. સુરક્ષા સલામતીની દ્રષ્ટિએ બનેલી આ ગંભીર ઘટના બાદ રેલવે પોલીસ દોડતી થઇ હતી. રેલવે પોલીસે ઘટનાની ગંભીરતા ને ધ્યાને લઇ આરોપીને પકડી પાડ્યો છે. રેલવે સંપત્તિને અને મુસાફરોની સુરક્ષાને જોખમમાં મુકનાર નેપાળી યુવકની રેલવે પોલીસે ધરપકડ કરી એક દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. ગત 25મી જૂન 2024ના રાત્રીના આશરે 11 વાગ્યા આસપાસ વાપી રેલવે સ્ટેશન નજીક બલીઠા પાસે રેલવે ટ્રેક પર એક સિમેન્ટનો થાંભલો મૂકી રેલવે સંપત્તિને અને મુસાફરોની સુરક્ષાને જોખમમાં મુકવાની કોશિશ કરવામાં આવી હતી. આ ઘટનામાં રેલવે પોલીસે એક નેપાળી યુવકની ધરપકડ કરી છે. પકડાયેલ નેપાળી યુવકનું નામ ધ્રુવ મંદિરે રાવત છે. જે મૂળ નેપાળના અછામ જિલ્લાના રાવતપાડા ઘુઘુરકોટ નો રહેવાસી છે. અને હાલ વાપી નજીકના બલિઠા ગામે એક એપાર્ટમેન્ટમાં પોત...