
પ્રમુખ હિલ્સ સોસાયટીમાં માતાજીના નવ રૂપની ઝાંખી સાથે રાસ ગરબાનું આયોજન કરાયું
વાપીમાં છરવાડા સ્થિત પ્રમુખ હિલ્સ ખાતે નવરાત્રી મહોત્સવ દરમ્યાન માતાજીના નવ સ્વરૂપની ઝાંખી રજૂ કરવામાં આવી હતી. આઠમના દિવસે સોસાયટીની જ બાળાઓને માતાજીની અલગ અલગ વેશભૂષામાં તૈયાર કરી તેમની સાથે તમામ ગરબે રમ્યા હતાં.
આ અંગે ફેસ્ટિવલ કમિટીના આયોજક શિલ્પા અગ્રવાલે જણાવ્યું હતું કે, પ્રમુખ હિલ્સમાં દર વર્ષે નવરાત્રી દરમ્યાન વિશેષ આયોજન સાથે આ પર્વની ઉજવણી કરવામાં આવે છે. જેમાં આ વખતે સોસાયટીની બહેનોએ એક સંપ થઈ નિર્ણય લીધો કે, નવરાત્રી મહોત્સવમાં જેમ માતાજીના નવ રૂપની આરાધના કરવામાં આવે છે. એવી જ રીતે માતાજીના નવ સ્વરૂપની ઝાંખી રજૂ કરવામાં આવે.
જે અંતર્ગત આ વખતે આઠમના દિવસે માતાજીના નવે નવ રૂપમાં સોસાયટીની બાળાઓને તૈયાર કરી હતી. નવરાત્રી મહોત્સવના આયોજનમાં દરેક બાળા ને જે તે માતાજીની વેશભૂષામાં સજ્જ કરી ગરબે રમ્યા હતા. માતાજીની આરાધનાના આ પર્વમાં માતાજીના નવ રૂપ જોઈ સોસાયટી...