વાપી નજીક પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 પર પડેલા ખાડાઓનું 48 કલાકમાં પુરાણ કરવામાં આવશે :- NHAI ના PD ની ઉદ્યોગકારોને ખાતરી……!
નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) ના સુરત ખાતેના પ્રોજેકટ ડાયરેકટર સંજય યાદવે સોમવારે વાપીમાં નેશનલ હાઇવે નંબર 48ની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમ્યાન વાપીના ઉદ્યોગકારો અને નોટિફાઇડ એરિયા ઓથોરિટીના ચેરમેનની રજૂઆતને ધ્યાને લઇ હાઇવે પર પડેલા ખાડાઓનું 48 કલાકમાં પુરાણ કરવાની તેમજ સર્વિસ રોડની પહોળાઈ માટે જરૂરી મંજૂરી મેળવી કામગીરી શરૂ કરવાની બાંહેધરી આપી છે.
વલસાડ જિલ્લો ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટ ધરાવતો જિલ્લો છે. અહીં વાપી GIDC જેવી 5 GIDC આવેલ છે. જેના માટે નેશનલ હાઇવે નંબર 48 જીવાદોરી સમાન ગણાય છે. જો કે હાલમાં હાઇવે પર પડેલા ખાડાવાળો બિસ્માર માર્ગ ટ્રાફિક સમસ્યા અને વાહનોમાં નુકસાની માટે જવાબદાર બન્યો છે. ત્યારે આ હાઇવેના ખાડાઓને 48 કલાકમાં પુરી દેવાની NHAI ના પ્રોજેકટ ડિરેક્ટરે ખાતરી આપી હતી.
અમદાવાદ મુંબઈ હાઇવે નંબર 48 દેશનો સૌથી વધુ વાહનોની અવરજવર ધરાવતો નેશનલ...