Sunday, December 29News That Matters

Tag: Vapi News Pothole on Vapi Selwas road kills girl waiting for anyone to die in potholes in Balitha-Vapi town

વાપી-સેલવાસ માર્ગ પર ખાડાએ યુવતીનો ભોગ લીધો, બલિઠા-વાપી ટાઉનમાં પડેલા ખાડાઓમાં કોઈનો જીવ જાય એની રાહ જોવાય છે?

વાપી-સેલવાસ માર્ગ પર ખાડાએ યુવતીનો ભોગ લીધો, બલિઠા-વાપી ટાઉનમાં પડેલા ખાડાઓમાં કોઈનો જીવ જાય એની રાહ જોવાય છે?

Gujarat, National
  વાપી-સેલવાસ માર્ગ પર ખાડાએ એક મોપેડ ચાલક યુવતીનો ભોગ લીધો છે. જે બાદ તંત્રને સદબુદ્ધિ સુજતા તાત્કાલિક ધોરણે ખાડાનું પુરાણ કરવામાં આવ્યું છે. જો કે, આવા જ જીવલેણ ખાડા બલિઠામાં રેલવે ફાટક થી દાંડીવાડ કબ્રસ્તાનને જોડતા રોડ પર પણ પડ્યા છે. આ ખાડાઓની પંચાયત દ્વારા કોઈ મરામત થતી નથી. જાણે... આ ખાડાઓ પણ કોઈ પરિવારના વ્હાલાનો જીવ લઈ લે પછી જ મરામત કરવાની રાહ જોવાય છે? તેવા સવાલ સાથે લોકોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. વાપી થી સેલવાસ માર્ગ પર હરિયા પાર્ક ડુંગરા વિસ્તારમાં જીવલેણ ખાડાએ 18 વર્ષીય યુવતીનો ભોગ લીધો છે. આ માર્ગ પર હાલ અસંખ્ય ખાડા પડી ગયા છે. જે ખાડાઓમાંથી પસાર થતી મોપેડ ચાલક યુવતીને ટેમ્પાએ અડફેટે લેતા ઘટના બાદ મોત નીપજ્યું છે. આ ઘટનાને લઈ મૃતકના પરિવારજનોમાં શોકનો માહોલ પ્રસર્યો છે. અકસ્માતની આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જે જોઈ ખ્યાલ આવી શકે છે કે, આ અકસ્માત કેટલો ગંભીર...