વાપીમાં પોલીસની બોર્ડર કોન્ફરન્સ, વલસાડ સહિત 6 જિલ્લામાં બનતા ગુન્હાઓને ડામવા એક્શન પ્લાન પર ચર્ચા
દેશના પ્રધાનમંત્રી દ્વારા ભારતના વિવિધ રાજ્યના DGPઓની યોજવામાં આવેલ કોન્ફરન્સમાં પડોશી રાજ્યના બોર્ડરના પોલીસ સ્ટેશન દ્વારા સંયુક્ત અભ્યાસ કરી કામગીરી કરવાનું સૂચન કરવામાં આવેલ હતું. જે અનુસંધાને ગુજરાત રાજ્યના DGP વિકાસ સહાય તથા સુરત રેન્જના IGP વાબાંગ ઝમીરની સૂચના અને માર્ગદર્શનથી વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.કરણરાજ વાઘેલાની અધ્યક્ષતામાં પડોશી રાજ્યોની પોલીસ સાથે સંયુક્ત કામગીરી અંગેના અભ્યાસ માટે બોર્ડર કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
વાપી ખાતે 27મી ડિસેમ્બર 2023ના યોજવામાં આવેલ આ કોન્ફરન્સમાં પાલઘર, નાસિક, દમણ, સેલવાસ, વલસાડ અને ડાંગ એમ કુલ-6 જિલ્લાના બોર્ડર પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ તેમજ સિનિયર અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કોન્ફરન્સમાં રાજ્યોની બોર્ડર ઉપર આવેલ પોલીસ સ્ટેશનો વચ્ચે એકબીજા સાથે સહકારથી કામગીરી કરવામાં આવે તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવેલ હતી.
કોન્ફરન્સમા...