બલિઠા માં ઠાલવેલા વેસ્ટમાં લાગેલી આગના ધુમાડાથી લોકોના શ્વાસ રૂંધાયા, સમગ્ર વિસ્તારમાં ધુમાડીયો માહોલ
વાપી નજીક બલિઠામાં ભંગારીયાઓએ ગોદામમાંથી બીલખાડી નજીક ઠાલવી દીધેલા કંપનીના વેસ્ટમાં ભીષણ આગ લાગી હતી. આ આગને કારણે આકાશમાં ધુમાડાના ગોટેગોટા ઉઠ્યા હતાં. રાત્રીના સમયે પણ ધુમાડા નું પ્રમાણ વધુ પ્રસર્યું હતું. જેને કારણે બલિઠા ના ભંડારવાડ અને આસપાસના વિસ્તારમાં ધુમાડીયો માહોલ ઉભો થયો હતો. ધુમાડા ની તીવ્ર વાસે લોકોના શ્વાસ રૂંધાવ્યા હતાં.
રાત્રીના 10 વાગ્યા આસપાસ સમગ્ર વિસ્તારમાં લોકો ઘર બહાર નીકળતા ગભરાયા હતાં. ઘર બહાર રહેલા લોકોને શ્વાસ લેવામાં ભારે તકલીફનો સામનો કરવો પડ્યો હતો. સાંજે લાગેલી આગને બુઝાવવા વાપી નગરપાલિકા અને વાપી નોટિફાઇડ ના ફાયરના જવાનો લાયબંબા લઈને આગ બુઝાવવા પહોંચ્યા હતાં. તેઓએ ભારે પાણીનો મારો ચલાવ્યો હતો.
જો કે તે બાદ આગ ને બદલે ધૂમાડા નું પ્રમાણ વધ્યું હતું જે આસપાસના વિસ્તારમાં પ્રસર્યું હતું. જેને કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફનો સામનો કરવો પડ્યો હતો. જે વિસ્ત...