Tuesday, October 22News That Matters

Tag: Vapi News Pankaj Patel has been elected as President and Devalben Desai as Vice President for the next two and a half years in Vapi Municipality

વાપી નગરપાલિકામાં પંકજ પટેલની પ્રમુખ તરીકે અને દેવલબેન દેસાઈની ઉપપ્રમુખ તરીકે વરણી

વાપી નગરપાલિકામાં પંકજ પટેલની પ્રમુખ તરીકે અને દેવલબેન દેસાઈની ઉપપ્રમુખ તરીકે વરણી

Gujarat, National
વાપી નગરપાલિકામાં પ્રથમ પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોનો અઢી વર્ષનો કાર્યકાળ સમાપ્ત થતા આજે બીજા અઢી વર્ષ માટે નવા પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. વાપી નગરપાલિકામાં અગામી અઢી વર્ષ માટે પંકજ પટેલને પ્રમુખ તરીકે જ્યારે દેવલબેન દેસાઈને ઉપપ્રમુખ તરીકે બિન હરીફ વરણી કરવામાં આવી હતી. જેઓને વાપી પાલિકાના તમામ નગરસેવકોએ અભિનંદન પાઠવ્યા હતાં.વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા દ્વારા ભાજપ શહેર પ્રમુખ સતિષભાઈ પટેલ વતી મેન્ડેડ આપ્યા બાદ વાપી નગરપાલિકાના સભાખંડમાં પ્રાંત અધિકારીની રૂબરૂમાં નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને અન્ય હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. વાપી નગરપાલિકા ખાતે યોજાયેલ સામાન્ય સભામાં જાહેર કરાયેલા નવા હોદ્દેદારોમાં પ્રમુખ તરીકે પંકજ પટેલ, ઉપપ્રમુખ તરીકે દેવલબેન દેસાઈ, કારોબારી ચેરમેન તરીકે મનોજ પટેલ, પક્ષના નેતા તરીકે ધર્મેશકુમાર પટેલ ...