
વાપીમાં અગરવાલ મહિલા સમિતિ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન, ક્રિકેટ ટુર્નામેન્ટમાં 21 વર્ષથી 65 વર્ષની મહિલાઓએ બોલાવી ચોગ્ગા-છગ્ગાની રમઝટ
વાપીમાં સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત અગ્રવાલ મહિલા સમિતિ દ્વારા મહિલાઓ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. વાપીના ભડક મોરા સ્થિત વાપી 99 માં આ ટુર્નામેન્ટ આયોજિત કરવામાં આવી હતી. જેમાં આઠ મહિલા ટીમોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટ મહિલાઓને પ્રોત્સાહન પૂરું પાડવા, ઉપરાંત શાળાઓમાં ભણતા વિદ્યાર્થી, વિદ્યાર્થીનીઓને રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહન પૂરું પાડવા રમતગમતની કીટનું વિતરણ કરવાના ઉદ્દેશ્ય સાથે આયોજિત કરવામાં આવી હતી.
અગરવાલ મહિલા સમિતિ દ્વારા આ ટુર્નામેન્ટ નું નામ WOW 2.0 એટલે કે War of Women રાખવામાં આવ્યું હતું. જેમાં 21 વર્ષથી લઈને 65 વર્ષ સુધીની મહિલાઓને વિવિધ ટીમમાં સામેલ કરાઈ હતી. ક્રિકેટ જેવી આઉટડોર રમતોમાં મહિલાઓ આગળ આવે તેમને પ્રોત્સાહન મળે સાથે જ સ્વાસ્થ્ય અને ફીટનેસ પ્રત્યે સજાગ બને તે આ ટુર્નામેન્ટ નો ઉદ્દેશ્ય હતો.
આ પહેલા આયોજિત ટુર્નામેન્ટમાં સારો પ્રતિસા...