
એક કલાકનું શ્રમદાન:- સ્વચ્છતા માટે કોઈએ શેરી-સોસાયટીમાં સફાઈ કરી તો, કોઈ સંસ્થાએ સ્વચ્છતા માટે કાપડની થેલીઓનું વિતરણ કર્યું
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આહવાન બાદ 1 ઓક્ટોબર રવિવારના સ્વચ્છતાને પ્રાધાન્ય આપી એક કલાકનું શ્રમદાન કરવા આહવાન કર્યું હતું. વાપી શહેર માં પણ "સ્વચ્છતા હી સેવા " કાર્યક્રમ હેઠળ વાપી નગરપાલિકાએ શહેરના તમામ વોર્ડમાં સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. જેમાં રાજકીય આગેવાનો, સ્વૈચ્છિક સંસ્થાઓના સભ્યો, સફાઈ કર્મીઓએ એક કલાક શ્રમદાન કર્યું હતું. ત્યારે, ચલા સ્થિત સુંદરમ સોસાયટીના સભ્યોએ ફ્રૂટ-શાકભાજી વેંચતા ફેરિયાઓને કાપડની થેલીઓ આપી પ્લસટીક ની થેળીનો ઉપયોગ ટાળવા અનુરોધ કર્યો હતો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 1 ઓક્ટોબરના સ્વચ્છતા એ સેવા અભિયાન હેઠળ દરેક નાગરિકને એક કલાક સ્વચ્છતાના અભિયાનમાં શ્રમદાન કરવાનું આહવાન કર્યું હતું. જે અનુસંધાને વાપીમાં નગરપાલિકા દ્વારા આયોજિત શ્રમદાન અભિયાનમાં રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ, વાપી નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખ સહિત દરેક સમિતિના સભ્યો, નગરસેવકો, કાર્યકરો, ...