
કરોડોની જમીન હડપનાર રાજેશ પરમાર સામે કાર્યવાહી થતા NRI મહિલાએ સ્થાનિક પ્રશાસન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો….!
વાપીના ડુંગરા પોલીસ મથકે અમેરિકા સ્થાઇ થયેલ 77 વર્ષના NRI મહિલાની કરોડોની જમીન હડપ કરી લેવા મામલે રાજેશ વસંત પરમાર નામના વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઇ છે. પોલીસે રાજેશ વસંત પરમારની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા છે. સતત 51 દિવસની લડત બાદ NRI મહિલાને ન્યાય મળ્યો છે. વાપી તાલુકાના છીરી-રાતા ગામે કરોડોની જમીન ધરાવતા અને હાલમાં અમેરિકા સ્થાઈ થયેલ 77 વર્ષની મહિલાએ પોતાની માલિકીની 2.56 કરોડની જમીન બોગસ પાવર ઓફ એટર્ની દ્વારા હડપ કરી જનાર રાજેશ પરમાર સામે ફરિયાદ નોંધાવી છે. NRI મહિલાની જમીન હડપ કરનાર વ્યક્તિએ આવા અન્ય લોકો સાથે પણ વિશ્વાસઘાત છેતરપીંડી કરી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
વાપી તાલુકાના ડુંગરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ મુજબ રાતા અને છીરી ગામની અલગ અલગ 10 જેટલા સર્વે નંબર વાળી જમીનની મૂળ માલિક મંજુલા રમેશચંદ્ર શાહ છે. જેની પાસે રાજેશ વસંત પરમારે 2019માં સર્વે નંબર 232 વાળી જમીનનો 8...