સોસાયટી મેનેજમેન્ટની લાપરવાહી:- વાપી-ચલા પ્રમુખ ગ્રીન સોસાયટીના પ્લે એરિયામાં રમતી 8 વર્ષની બાળકીને વીજ કરંટ લાગ્યો
વાપીના ચલા પ્રમુખ ગ્રીન સોસાયટીના પ્લે એરિયામાં રમતી આઠ વર્ષની બાળકીને વીજ કરંટ લાગવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટના માટે સોસાયટીના સુપરવિઝનમાં બેદરકારીને જવાબદાર ગણવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ પ્રમુખ ગ્રીન સોસાયટીમાં 600થી વધુ ફ્લેટ છે. તેમાં બે હજારથી વધુ લોકો રહે છે. સોસાયટીમાં બાળકો પણ મોટી સંખ્યામાં છે. નાના બાળકોને રમવા માટે અલગ પ્લે એરિયા બનાવવામાં આવ્યો છે. આ પ્લે એરિયામાં બુધવારે સાંજે બાળકો ત્યાં રમી રહ્યા હતા. આ દરમિયાન એક 8 વર્ષની બાળકીને વીજ કરંટ લાગ્યો હતો. બાળકીને વીજ કરંટ લાગતાં સોસાયટીના રહીશોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો.
સદનસીબે બાળકીને વીજ કરન્ટ લાગ્યો ત્યારે હાજર સોસાયટીના લોકોએ તત્પરતા દાખવી બાળકીને ઈલેક્ટ્રીક શોકથી બચાવી હતી. જેના કારણે તેનો જીવ બચી ગયો હતો. જો કે, જીવંત વાયરને ચોંટી જવાથી એક આંગળી દાઝી ગઈ હતી. બાળકી સંપૂર્ણપણે સુરક્ષિત છે. પરંતુ ...