વાપીના ભાઠેલાં પાર્ટી પ્લોટમાં નવરાત્રીના ગરબા સાથે રાષ્ટ્રપ્રેમ, ખેલૈયાઓ રાષ્ટ્રગીત ગાઈ ગરબે રમ્યા, વિદેશીઓએ પણ લીધા રાસ-ગરબા….!
વાપીમાં નવરાત્રી પર્વ તેમની ચરમસીમાએ છે. ત્યારે ચલા સ્થિત ભાઠેલાં પાર્ટી પ્લોટમાં શ્રીજી ઇવેન્ટ આયોજિત રાસ રમઝટ સિઝન 7 માં ગરબા સાથે રાષ્ટ્ર પ્રેમની ઝલક જોવા મળી હતી. તો, મેરીલ લાઈફ સાયન્સના 400 જેટલા વિદેશી ડેલીગેટ્સ પણ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈ તાળીઓના તાલે ગરબે ઘૂમ્યા હતાં.
વાપી ચલા સ્થિત ભાઠેલાં પાર્ટી પ્લોટમાં શ્રીજી ઇવેન્ટ દ્વારા રાસ રમઝટ સિઝન 7 ગરબા મહોત્સવનું આયોજન કર્યું છે. નવરાત્રી ઉત્સવના આ આયોજનમાં 6ઠ્ઠા નોરતાએ શ્રીજી ઇવેન્ટના સમીર પટેલના આમંત્રણને માન આપી રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ, વાપી નગરપાલિકાના પ્રમુખ કાશ્મીરા શાહ, VIA પ્રમુખ સતીશ પટેલ, નોટિફાઇડ ચેરમેન હેમંત પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. આ પ્રસંગે સૌ પ્રથમ સૌની ઉપસ્થિતિમાં જન મન ગન.... રાષ્ટ્રગીત ગવાયું હતું. જે બાદ તમામ મહાનુભાવોનું સમીર પટેલ, અને ઇવેન્ટ એસોસીએટ મુકેશ જૈન, Avencia ના બિપિન વાણીયા સહિત તમામના હ...