મુંબઈથી વેચેલી બાળકી વિશાખાપટ્ટનમથી મળી આવ્યાં બાદ મુંબઈ પોલીસે વાપીમાંથી 6 બાળકો સાથે એક મહિલાની અટક કરી, તપાસ અર્થે મુંબઈ લઈ ગઈ
મુંબઈ પોલીસે થોડા દિવસ પહેલા વિશાખાપટ્ટનમથી એક બાળકીને શોધી કાઢી હતી. આ બાળકીને મુંબઈની એક મહિલાએ અન્ય મહિલાને 4 લાખમાં વેંચી હતી તેવી બાતમી પોલીસને મળી હતી. આ મામલે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી છે. જે તપાસનો રેલો પોલીસને વાપી લઈ આવ્યો હતો. વાપી વૈશાલી બ્રિજ નીચેથી પોલીસે 6 નાના બાળકો સાથે એક મહિલાની અટક કરી તેને મુંબઈ સાથે લઈ ગઈ છે. પોલીસને શંકા છે કે ભીખ માંગી ગુજરાન ચલાવતી આ મહિલા બાળકોની ચોરી કરી તેને અન્ય લોકોને લાખો રૂપિયામાં વેંચે છે.આ અંગે મળતી વિગતો મુજબ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ રવિવારે વાપી આવી હતી. વાપીમાં જે મહિલાને પકડવાની હતી તેનું મોબાઈલ લોકેશન વૈશાલી બ્રિજ આસપાસનો વિસ્તાર બતાવતું હતું. તેથી પોલીસની ટીમ તપાસમાં લાગી હતી. જો કે, વૈશાલી બ્રિજ આસપાસ કેટલાક ભીખ માંગી ગુજરાન ચલાવતા પરિવારના લોકો ડેરા તંબુ તાણીને રહેતા હોવાનું જોઈ તેમાંથી શંકાસ્પદ મહિલાને બાળકો સાથે શોધ...