વલસાડ જિલ્લામાં મોટાભાગનો વિસ્તાર CRZ હેઠળનો No Development Zone…. ઉમરગામ-વલસાડમાં ઉદ્યોગો-બિલ્ડરોનો પગપેસારો….!
Coastal Regulation Zone (CRZ) મુજબ જિલ્લામાં કયો વિસ્તાર ક્યાં ઝોનમાં છે. કેટેગરી મુજબ તેમાં ક્યાં સર્વે નંબરના વિસ્તારનો સમાવેશ થાય છે. તે માટે NCSCM, ચેન્નાઈએ CRZ નોટિફિકેશન 2019 ની માર્ગદર્શિકા અનુસાર વલસાડ જિલ્લાના ડ્રાફ્ટ CZMP (કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાન) તૈયાર કરવાનું કામ પૂર્ણ કર્યું છે. જે સંદર્ભે આગામી 29મી ડિસેમ્બરે 2023ના CRZ નોટિફિકેશન 2019 અંતર્ગત વલસાડ જિલ્લાના વાપી ખાતે VIA હોલમાં જન સુનાવણી યોજાવાની છે.
CRZ નોટિફિકેશન 2019ના સંદર્ભમાં કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાનમાં વલસાડ જિલ્લા અંગે વિસ્તૃત વિગતો ટાંકવામાં આવી છે. પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય, ભારત સરકાર, નવી દિલ્હીએ આ જાહેરનામું તારીખ 18મી જાન્યુઆરી 2019ના કોસ્ટલ રેગ્યુલેશન ઝોન (CRZ) નોટિફિકેશન-2019 તરીકે જાહેર કરવામા આવ્યુ છે.
કેન્દ્ર સરકાર દ્વારા આજીવિકાની સુરક્ષા ઉપરાંત, દરિયાકાંઠાના વિસ્તારો...