
Miles for Minds, Empowering Girl Child ના સૂત્ર સાથે વાપીના 2 યુવાનોની Mission RAMathon, વાપી થી અયોધ્યા સુધીના 1500 કિલોમીટરની લગાવશે દોડ…!
વાપીમાં રહેતા 2 યુવાનોએ વાપી થી અયોધ્યા/Vapi to Ayodhya સુધી દોડ લગાવવાનો સંકલ્પ લીધો છે. 22મી જાન્યુઆરી 2025ના વાપી થી આ દોડનો પ્રારંભ કરશે. Miles for Minds, Empowering Girl Child ના સૂત્ર સાથેની આ Mission RAMathon 1500 કિલોમીટરની છે. અને 25 દિવસમાં પૂર્ણ કરશે. જેઓને પ્રોત્સાહન પૂરું પાડવા રાજસ્થાન પ્રગતિ મંડળના સભ્યોએ બન્ને દોડવીરોનું સન્માન કરી શુભકામના પાઠવી હતી.
વાપીના ચલા વિસ્તારમાં શુભમ-2 કોમ્પ્લેક્ષમાં રહેતા 2 મિત્રો ઉજ્જવલ ડોલીયા અને સંજય શુક્લા 22મી જાન્યુઆરી 2025ના વાપી થી અયોધ્યા દોડીને જવાના છે. તેમની આ દોડને તેઓએ Mission RAMathon નામ આપ્યું છે. જેઓના આ સંકલ્પની જાણકારી મળતા રાજસ્થાન પ્રગતિ મંડળ ના સભ્ય અને આ જ કોમ્પ્લેક્ષમાં રહેતા બી. કે. દાયમાંએ રાજેશ દુગગલ સહિતના સભ્યો સાથે ઉપસ્થિત રહી બન્ને દોડવીરોનું સન્માન કરી આ કઠોર મેરેથોન નિર્વિઘ્ને પૂર્ણ થાય તેવી શુભકામના પાઠવી ...