‘એક પેડ માઁ કે નામ’ મહા અભિયાન હેઠળ વાપી નગરપાલિકાના સભ્યો, નાણામંત્રી અને ભાજપ આગેવાનોએ કર્યું વૃક્ષારોપણ
વાપીના લખમદેવ તળાવ ખાતે રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં વાપી પાલિકાના પ્રમુખ સહિતના સભ્યોએ એક પેડ માઁ કે નામ અભિયાનમાં જોડાઈ વૃક્ષારોપણ કર્યું હતું. કાર્યક્રમમાં સત્તા પક્ષના તમામ સભ્યોના નામે એક એક વૃક્ષ રોપવામાં આવ્યું હતું. અને તમામે તેના ઉછેરનો સંકલ્પ લીધો હતો.વાપી નગરપાલિકા વિસ્તારમાં આવેલ લખમ દેવ તળાવ ખાતે 'એક પેડ માઁ કે નામ' મહા અભિયાન હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ વૃક્ષરોપણની ખાસિયત એ હતી કે, અહીં નગરપાલિકા પ્રમુખ પંકજ પટેલ, ઉપપ્રમુખ દેવલ દેસાઈ, રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ, શહેર પ્રમુખ સતીશ પટેલ, ભાજપ જિલ્લા મહામંત્રી શિલ્પેશ દેસાઈ સહિત સત્તા પક્ષના તમામ પાલિકા સભ્યોના નામે એક એક વૃક્ષ રોપવામાં આવ્યું હતું. અને તે તમામ વૃક્ષને ઉછેરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.વૃક્ષરોપણના મહત્વ અંગે રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, પર્યાવરણ બચાવવા વડ...