ભગવાન રામનું આગમન સારું શુકન લઈને આવ્યું છે. આ ધન્યઘડીને આગામી 5 વર્ષ સુધી દેશના સુવર્ણ યુગ તરીકે ઉજવીશું :- કનુભાઈ દેસાઈ નાણામંત્રી
અયોધ્યામાં શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સમગ્ર દેશ સાથે વાપીમાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે શોભાયાત્રા, મહાપ્રસાદ બાદ સાંજે મંદિરોમાં 25000 દીવડા પ્રગટાવી ભગવાન શ્રી રામની મહાઆરતી ઉતારી હતી. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, ભગવાન રામનું આગમન સારું શુકન લઈને આવ્યું છે. આ ધન્યઘડીને આગામી 5 વર્ષ સુધી દેશના સુવર્ણ યુગ તરીકે ઉજવીશું
22મી જાન્યુઆરી 2024ના શુભ દિને અયોધ્યામાં શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સમગ્ર દેશ સાથે વાપીમાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે કલશયાત્રા, શોભાયાત્રા, મહાપ્રસાદ બાદ સાંજે મંદિરોમાં 25000 દીવડા પ્રગટાવી ભગવાન શ્રી રામની મહાઆરતી ઉતારી હતી. અનેકવિધ કાર્યક્રમો સાથે સમગ્ર શહેર કેસરિયા રંગે રંગાયું હતું. સવારે વાપીમાં ભવ્ય કળશ યાત્રા નીકળી ...