વાપીમાં ચલા ખાતે ભારતના સૌથી મોટા Under Water Tunnel Aquarium અને Amusement Parkનો શુભારંભ
ગુરુવારે 19મી ડિસેમ્બરથી વાપીના ચલા ખાતે ભારતના સૌથી મોટા અન્ડર વૉટર ટનલ માછલી ઘર અને એમ્યુઝમેન્ટ પાર્કનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ પાર્કનું વાપી નગરપાલિકાના ઉપપ્રમુખ દેવલબેન દેસાઈ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનોજ પટેલના હસ્તે રીબીન કાપી શુભારંભ કરવામાં આવ્યો છે. અંદાજીત 2 મહિના સુધી ચાલનારા આ National Consumer Fairમાં 200 પ્રકારની માછલીઓનું એકવેરિયમ, અવનવી રાઈડ અને અન્ય ચીજવસ્તુઓના તેમજ ખાણીપીણીના સ્ટોલ ઉભા કરવામાં આવ્યાં છે.
આ અનોખા મનોરંજન મેળાનું ઉદ્ઘાટન કરી પાલિકા ઉપપ્રમુખ દેવલબેન દેસાઈ અને કારોબારી ચેરમેન મનોજ પટેલે આ Fun Fair ના આયોજકોને શુભેચ્છા પાઠવી હતી. તો, વાપીની જનતાને એકવાર આ માછલી ઘરની અને એમ્યુઝમેન્ટ પાર્કની મુલાકાત લેવા અપીલ કરી હતી.
National Consumer fair બેંગ્લોર દ્વારા ઉભા કરેલા આ Fun Fair અંગે મેનેજર સુનિલ નાયરે જણાવ્યું હતું કે, આ વાપીની જનતા માટ...