વાપીની બીલખાડીના પાણીમાં તણાયો લેબ્રા ડોગ…! ઇમર્જન્સી રેસ્ક્યુ ફોર્સ દ્વારા કરાયુ દિલધડક રેસ્ક્યુ…!
વાપીમાં વરસેલા અનરાધાર વરસાદમાં બીલખાડી બે કાંઠે વહી રહી છે. વાપી GIDC માંથી વહેતી અને દમણમાં દરિયાને મળતી આ બીલખાડીના વહેતા પાણીમાં એક લેબ્રા ડોગ તણાયો હતો. જેનું વાપીની ઇમર્જન્સી રેસ્ક્યુ ફોર્સની ટીમે રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો હતો.આ અંગે મળતી વિગતો મુજબ વલસાડ જિલ્લામાં સોમવારે અતિભારે વરસાદને લઈ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. ત્યારે GIDC માંથી પસાર બીલખાડીમાં ફોર્થ ફેઇઝમાં આવેલ રામજી બોર્ડ એન્ડ પેપર મિલની પાછળથી એક કૂતરાનો રડવાનો અવાજ આવતો હતો. જે સાંભળતા કંપનીના માણસોએ બીલખાડી આસપાસ તપાસ કરી હતી. ત્યારે એક લેબ્રા ડોગ બીલખાડીમાં કચરાના ઢગ પર બેસેલો દેખાયો હતો. જેની આસપાસ પાણી વહી રહ્યું હતું. આ કૂતરાને બચાવવા વાપીની જાણીતી ઇમર્જન્સી રેસ્ક્યુ ફોર્સ સંસ્થાના મુકેશ ઉપાધ્યાયને જાણ કરવામાં આવી હતી. મુકેશ ઉપાધ્યાય તાત્કાલિક તેમની ટીમ સાથે સ્થળ પર પહોંચ્યા હતાં. અને બીલખાડીના વહેતા પાણી...