ઉમરગામ GIDC ના ઉદ્યોગકારો, બિલ્ડરોની નજર વનવિભાગની જમીન પર? વલસાડ વન વિભાગ સતર્ક રહે…!
ઉમરગામ GIDC આસપાસ આવેલા ગામોની જમીનો પર હાલ માં જે રીતે ઔદ્યોગિક અને રેસિડેન્સીયલ ડેવલોપમેન્ટ વધ્યું છે. તે જોતા વલસાડ જીલ્લા વન વિભાગનાં અધિકારીઓ પોતાની જંગલ જમીનનાં ક્ષેત્રફળનો તાળો મેળવી લેવાની તાતી જરૂરત વર્તાઈ રહી છે. જો આમાં ઢીલ કરી તો, જમીન ચોરો વન વિભાગ ની જમીન પચાવી પાડશે તેમાં નવાઈ નથી.ઉમરગામ GIDC તથાં તેની આસપાસના કેટલાક ગામોમાં ઈન્ડસ્ટ્રીયલ પાર્ક, એસ્ટેટ તથાં સ્વતંત્ર ઔધોગિક એકમોનો રાફડો ફાટયો છે. જીઆઈડીસી વિસ્તારને લાગું આવેલી, આવી ઈન્ડસ્ટ્રીલ એક્ટીવિટી વાળા એકમો મફતમાં, બેરોકટોક જીઆઇડીસીનાં ઈન્ફ્રાસ્ટ્રકચરોનો ઉપયોગ કરી રહ્યાં છે. જોકે આ સમગ્ર કાંડ જીઆઈડીસી/ નોટીફાઈડનાં ભ્રષ્ટ અધિકારીઓનાં લીધે શક્ય હોવાનું જણાય આવે છે.
તો, ઉમરગામ જીઆઇડીસી વિસ્તારનાં લાગું દહેરી, દહાડ, સોળસુંબા, પળગામ, ટીંભી વિગેરે જેવાં કેટલાંક ગામોમાં ઈન્ડસ્ટ્રીલ પાર્ક, એસ્ટેટ અને સ્વતંત્ર ઔધોગિક એકમો બનતાં ...