વાપીમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં ‘એક તારીખ, એક કલાક’ સૂત્ર સાથે મહા શ્રમદાન પ્રવૃત્તિઓ હાથ ધરાઈ
વલસાડ તા. 1 ઓક્ટોબર ‘‘સ્વચ્છતા હી સેવા’’ માસની ઉજવણી અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી તા.1લી ઓક્ટોબર, 2023ના દિવસે દેશનાં તમામ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં જન પ્રતિનિધિઓની આગેવાની હેઠળ 'એક તારીખ, એક કલાક' સૂત્ર સાથે મહા શ્રમદાન પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને અનુલક્ષીને વલસાડ જિલ્લાના વાપી ખાતે રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં મહા સફાઈ અભિયાનની કામગીરી થઈ હતી.
વાપી ખાતે જિલ્લા કક્ષાના મહા શ્રમદાન અભિયાનમાં ઉપસ્થિત રાજ્યના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, ભારત દેશ સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે. ગાંધીજીના સપનાનું સ્વચ્છ ભારત બને તે માટે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દરેક દેશવાસીઓને એક ધ્યેય સાથે સફાઈ અભિયાન તરફ વાળ્યા છે. આ કામ લોક નાયક જ કરી શકે છે. કોરોનાના કપરા કાળમાં તેમણે સમગ્ર દેશમાં સ્વયંભૂ લોકડ...