શ્રાવણ મહિનામાં કોચરવા ગામે પાર્થિવ દ્રાદશ જ્યોતિર્લિંગના પૂજન અર્ચન અને વિસર્જન સાથે તુલજા ભવાની માતાજી મંદિરનો કરાયો જીર્ણોદ્ધાર
વાપી નજીક આવેલ કોચરવા ગામે કુંભાર ફળિયામાં નિર્માણ પામેલ તુલજા ભવાની માતાજીના મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. તારીખ 29 અને 30 ઓગસ્ટ એમ દિવસ આયોજિત આ ધાર્મિક કાર્યક્રમમાં ગામના ગોર મહારાજ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સાથે સ્થાપન પૂજા, આરતી અને અભિષેકાત્મક લઘુરુદ્ર યજ્ઞ બાદ પાર્થિવ દ્રાદશ જ્યોતિર્લિંગનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં ગામલોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.આ ધાર્મિક કાર્યક્રમને શાત્રોક્ત વિધિ અનુસાર પાર પાડનાર કોચરવા ગામના ગામગોર પ્રશિત ઇશ્વરલાલ જોશીએ જણાવ્યું હતું કે, કોચરવા ગામના 7 ફળિયાના સૌ નાગરિકોએ અહીં તુલજા ભવાની માતાજીના મંદિરના જીર્ણોદ્ધાર માં પોતાનું યોગદાન આપ્યું છે. આજના આ પ્રસંગ દરમ્યાન હાલ શ્રાવણ મહિનો પણ ચાલી રહ્યો હોય 12 પાર્થિવ જ્યોતિર્લિંગ નું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ગામના લોકો પર હંમેશા શિવની કૃપા વરસતી રહે અને ...