Delhi-Mumbai Industrial Corridor હેઠળ આવતા ExpressWayમાં Talasari To Karvad Section માં કામગીરી હજુ માત્ર 30 ટકા જ…!
વાપી :- વલસાડ જિલ્લામાંથી પસાર થઈ સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાંથી મહારાષ્ટ્રના મુંબઈ સુધી જતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે કોરિડોર અંતર્ગત પેકેજ 10 માં આવતા કરવડ થી તલાસરી સુધીના માર્ગ નિર્માણની કામગીરી ત્રણ વર્ષ બાદ પણ માંડ 30 ટકા આસપાસ પહોંચી છે. ત્યારે આવો જાણીએ ભારત સરકારનો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ ડ્રિમ પ્રોજેકટ કેવો છે. અને કેમ વિલંબિત થઈ રહ્યો છે.
National Highways Authority of India (NHAI) દ્વારા ભારત માલા પરિયોજના હેઠળ 1386 કિલોમીટર લાંબા અને 1 લાખ કરોડના ખર્ચે દિલ્હી થી મુંબઈ વચ્ચે ઝડપી વાહનવ્યવહાર માટે 8 લેનના એક્સપ્રેસ વે બનાવવાની કામગીરી હાથ ધરી છે.
આ હાઇવે દિલ્હીથી શરૂ થયા બાદ હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, દાદરા નગર હવેલી અને મહારાષ્ટ્રના મુંબઈ જવાહરલાલ નહેરુ પોર્ટ વચ્ચે 24 કલાકના સમયને ઘટાડી 12 કલાકમાં પહોંચાડશે. આ પ્રોજેકટ હેઠળ હાલ આખા રૂટ પ...