Affordable Education with Vision સાથે કાર્યરત સંસ્કાર વિદ્યાપીઠનાં Annual Day Celebrationમાં ‘Navras’ ની થીમ પર વિદ્યાર્થીઓ નાટ્યશાસ્ત્રના નવરસની પ્રસ્તુતિ કરી
શૃંગાર/Love, ભયાનક/Fear, રૌદ્ર/Fury, કરુણ/Compassion, અદભુત/Wonder, હાસ્ય/Laughter, બીભત્સ/Disgust, શાંત/Peace, વીર/Heroic આ નાટ્યશાસ્ત્રના નવ રસ છે. જેના મહત્વથી વિદ્યાર્થીઓ, વાલીઓ પરિચિત થાય એવા ઉદ્દેશથી વાપીના છરવાડા સ્થિત Manju Dayama Memorial Trust સંચાલિત સંસ્કાર વિદ્યાપીઠમાં Navras થીમ હેઠળ 15મો વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ અદભુત પ્રસ્તુતિ કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતાં.
શનિવારે 11મી જાન્યુઆરીએ સૌરાષ્ટ્ર લેઉઆ પટેલ સમાજ હોલ ખાતે છરવાડા સ્થિત Sanskar Vidyapeeth દ્વારા 15th Annual Day Celebration યોજાયું હતું. જેમાં શાળાના 380 જેટલા વિદ્યાર્થીઓએ Navras ની થીમ હેઠળ નાટ્યશાસ્ત્રના નવ રસ પ્રસ્તુત કર્યા હતાં.
આ પ્રસંગે Manju Dayama Memorial Trust સંચાલિત આ શાળાના ચેરમેન B. K. Dayama એ જણાવ્યું હતું કે, વાર્ષિક ઉત્સવ એ શાળાની આખા ...