સફાઈ કામદારોને ગટરમાં ઉતારી સફાઈ કરવા પર પ્રતિબંધ હોવા છતાં વાપી નગરપાલિકામાં સફાઈ કામદારોને ઉતાર્યા ગટરમાં…!
ગટરમાં ઉતરવાથી થતા સફાઈ કામદારોના મૃત્યુના ચોંકાવનારા આંકડાઓ બાદ ગુજરાતમાં તેના પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ગટરની સફાઈ કરવા તેમાં ઉતરવું એ સૌથી ભયાનક કામ પૈકીનું એક છે. પરંતુ આ મામલે વાપી નગરપાલિકામાં સત્તાધીશો અને સફાઈ કોન્ટ્રકટરો જાણે તદ્દન બેદરકાર હોય અને સફાઈ કામદારોને ગટરમાં ઉતારી સફાઈ કરવા પરના પ્રતિબંધની અવહેલના કરતા હોવાના દ્રષ્યો સામે આવ્યાં છે.વાપીના ગીતાનગર વિસ્તારમાં રેલવે ગરનાળા નજીકના મુખ્ય માર્ગ પર શુક્રવારે ગટરના મેઈન હોલમાં સફાઈ કર્મચારીઓને ઉતારી સફાઈ કરાવાઈ રહી હતી. નવાઈની વાત એ છે કે આ મુખ્ય માર્ગ પર 2 મેઈન હોલમાં ઉતરેલા સફાઈ કર્મચારીઓ પાસે કે, બહાર રહી કામ કરનાર સફાઈ કર્મચારીઓ પાસે સુરક્ષાને લઈને કોઈ જ સંસાધનો નહોતા. ગુજરાત રાજયની તમામ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં સફાઈ કામદારો મારફત ભૂગર્ભ ગટર સફાઈની કામગીરી કરાવવા પર પ્રતિબંધ મૂકવા આવ્યો છે. સફાઈ કા...