છીરીમાં સાઈ સબુરી રેસિડેન્ટ્સમાં બિલ્ડરે ફાયર સેફટી, ગેસ લાઇન, સિકયુરિટી, ગાર્ડન જેવી સુવિધાઓ પુરી નહિ પાડતા રહેવાસીઓમાં આક્રોશ…
વાપી તાલુકાના છીરી ગામમાં બિલ્ડર દ્વારા સાઈ સબુરી રેસિડેન્ટ્સ પ્રોજેકટ હાથ ધરી તૈયાર થયેલ ફ્લેટના ફ્લેટધારકોને પઝેશન આપ્યા બાદ બુકિંગ સમયે કરેલા મોટાભાગના વાયદાઓ છેલ્લા દોઢ થી 4 વર્ષ સુધીમાં પુરા નહિ કરતા ફ્લેટધારકોએ પોતાનો આક્રોશ ઠાલવ્યો છે.ફ્લેટ ધારકોએ જણાવ્યું હતું કે, તેમાંના ઘણા ખરા લોકોએ અહીં 4 વર્ષ પહેલાં બુકિંગ કરાવ્યું હતું. આ રેસિડેન્સીમાં અંદાજીત 8 જેટલા એપાર્ટમેન્ટ તૈયાર થઈ ચૂક્યા છે. જેમાં ફ્લેટ માલિકો પોતાના પરિવાર સાથે રહે છે. પરંતુ બિલ્ડર દ્વારા બુકિંગ વખતે આપેલી વિવિધ સવલતોની બાંહેધરી પુરી કરી નથી. રહેવાસીઓના જણાવ્યા મુજબ બિલ્ડિંગમાં ગેસ લાઇન નથી. ફાયર સેફટી નથી. ફાયરના વાહનની અવરજવર થઈ શકે તેટલા પહોળા રસ્તા નથી બનાવ્યા, મુખ્ય ગેટ પર સિકયુરિટી કે ગેટની વ્યવસ્થા નથી. CCTV કેમેરા માત્ર નીચે જ મુકવામાં આવ્યા છે. બિલ્ડિંગમાં જવા માટેનો રસ્તો ખાડા ખાબોચિયા વાળો હોય આવાગમન માટ...