ગણેશજી પ્રત્યેની શ્રદ્ધામાં કોઈએ ચંદ્રયાનની તો કોઈએ દ્વારકામાઈની પ્રતિકૃતિ તૈયાર કરી ઘરે જ કર્યું શ્રીજીનું સ્થાપન
સમગ્ર ભારતમાં ગણેશ ઉત્સવ તેના અંતિમ તબક્કામાં છે. આ ઉત્સવ દરમ્યાન ગણેશભક્તોએ શ્રદ્ધાભાવથી શ્રીજીની પ્રતિમાનું સ્થાપન કરી તેની પૂજા અર્ચનામાં કોઈ જ કચાશ આવવા દીધી નથી. સાર્વજનિક ગણેશ મહોત્સવની જેમ ઘરમાં સ્થાપિત ગણેશજીને પણ અવનવી પ્રતિકૃતિની થીમ પર ભક્તો પોતાના ઘરે જ સ્થાપન કરી ભક્તિભાવથી તેમની પૂજા અર્ચના કરતા જોવા મળ્યા છે.
વાપીમાં આ વર્ષે સાર્વજનિક ગણેશ મહોત્સવ સાથે ઘરમાં સ્થાપિત ગણેશજીની પૂજા અર્ચના કરવાના ટ્રેન્ડમાં વૃદ્ધિ થઈ છે. ત્યારે, વાપીના ચલા વિસ્તારમાં <span;>આવેલ પ્રમુખ સહજ સોસાયટીમાં રહેતા<span;> ગણેશ ભક્તોએ <span;>ચંદ્રયાનની અને દ્વારકામાઈની પ્રતિકૃતિ તૈયાર કરી તેમાં શ્રીજીની સ્થાપના કરી છે. વાપીના ચલા વિસ્તારમાં આવેલ પ્રમુખ સહજ સોસાયટીમાં છેલ્લા 10 વર્ષથી રહેતા અને વાપીની ખાનગી કંપનીમાં મિકેનિકલ એન્જિનિયર તરીકે નોકરી કરતા મૂળ જલગાંવના પંકજ અને તેના પરિવારે ...