
વાપી GIDCમાં હૂબર ગ્રુપ ઈન્ડિયા પ્રાઇવેટ લિ. કંપનીમાં ઓફ સાઇટ મોકડ્રીલ યોજાઈ
વલસાડ જિલ્લાના ઔદ્યોગિક એકમોમાં બનતી દુર્ઘટનાઓના કારણે ઊભી થતી ઈમરજન્સીને પહોચી વળવા જિલ્લા વહીવટી તંત્ર અને વલસાડ નાયબ નિયામક- ઔદ્યોગિક સલામતી અને સ્વાથ્ય તથા ડિસ્ટ્રિક્ટ ક્રાઇસીસ ગ્રૂપ દ્વારા વાપી GIDCમાં સ્થિત Huber Group India Pvt. Ltd. (હૂબર ગ્રુપ ગ્રુપ ઈન્ડિયા પ્રાઇવેટ લિ. કંપની)માં 15મી ફેબ્રુઆરી 2024, ગુરુવારના Off-Site Emergency Mock Dril (મોકડ્રીલ) યોજવામાં આવી હતી. જેમાં દુર્ઘટના સમયે કેવી રીતે બચાવ કામગીરી થઈ શકે તેનો વાસ્તવિક સિનારીઓ ઊભો કરી જરૂરું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
આ અંગે District Industrial Safety and Health (DISH)ના નાયબ નિયામક તેમજ ડિસ્ટ્રિક્ટ ક્રાઇસીસ ગ્રૂપ વલસાડના મેમ્બર સેક્રેટરી એમ.સી. ગોહિલે જણાવ્યું હતું કે, ઔદ્યોગિક એકમોમાં બનતી ઇમરજન્સી વખતે કઈ કઈ મુખ્ય બાબતોનું ધ્યાન રાખવું તે અંગેની વિગતો મેળવી તેમાં જરૂરી સુધારા કઈ રીતે કરી શકાય તેન...