વાપીમાં VIA અને DISH દ્વારા સેફ્ટી વીક સેલિબ્રેશનના ભાગરૂપે “હેલ્થ એન્ડ સેફ્ટી ટ્રેનિંગ વર્કશોપ” નું આયોજન કરવામાં આવ્યું
9 માર્ચ 2024ના સેન્ટર ઓફ એક્સલન્સ (COE) - વાપી ખાતે VIA અને DISH દ્વારા સેફ્ટી વીક સેલિબ્રેશનના ભાગરૂપે "હેલ્થ એન્ડ સેફ્ટી ટ્રેનિંગ વર્કશોપ" નું ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (VIA) ઉદ્યોગોના કામદારો અને કર્મચારીઓમાં આરોગ્ય અને સલામતી અંગે જાગૃતિ લાવવા માટે અવિરતપણે કામ થઇ રહ્યું છે જેથી ઉદ્યોગોમાં થતાં અકસ્માતોને ઘટાડી શકાય. VIA દ્વારા આ પ્રયાસના ભાગરૂપે અસંખ્ય તાલીમ અને જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને વાપી ઔદ્યોગિક વસાહતને ઝીરો એક્સિડન્ટ એસ્ટેટ બનાવવા માટે સેફ્ટી એલર્ટ પ્રોગ્રામના બેનર હેઠળ ઘણી ઇવેન્ટ્સ પણ હાથ ધરવામાં આવી છે અને આ મિશનના ભાગરૂપે VIA અને વાપી ગ્રીન એન્વાયરો લિ. (VGEL) દ્વારા ડીસ્ટ્રીકટ ઇન્ડસ્ટ્રીઅલ હેલ્થ એન્ડ સેફટી (DISH) - વલસાડના સહયોગથ...