Friday, October 18News That Matters

Tag: Vapi News Hardik Shah was appointed as the new president of Vapi Rotary Club Rotary members leaders including the state finance minister were present

વાપી રોટરી કલબના નવા પ્રમુખ તરીકે હાર્દિક શાહની નિમણૂક કરાઈ, રાજ્યના નાણાપ્રધાન સહિત રોટરી સભ્યો, આગેવાનો રહ્યા ઉપસ્થિત

વાપી રોટરી કલબના નવા પ્રમુખ તરીકે હાર્દિક શાહની નિમણૂક કરાઈ, રાજ્યના નાણાપ્રધાન સહિત રોટરી સભ્યો, આગેવાનો રહ્યા ઉપસ્થિત

Gujarat, National
વાપીમાં સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ રોટરી ક્લબ ઓફ વાપીના નવા પ્રમુખ તરીકે હાર્દિક શાહ ની વરણી કરવામાં આવી છે. સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવતી આ સામાજિક સંસ્થા દ્વારા આવનારા એક વર્ષમાં 5 હજાર બ્લડ યુનિટ કલેક્શન, CPR ટ્રેનિંગ, મેન્ટલ અવેરનેસ ના પ્રોજેકટ અને સર્વાઈકલ કેન્સર માટે ની અવેરનેસ ડ્રાઇવ યોજવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. તો, આગામી વર્ષ દરમ્યાન હરિયા રોટરી હોસ્પિટલના નવા પ્રૉજેક્ટ કેન્સરકેર સેન્ટર, આર્ટિફિશ્યલ લીંબ પ્રોજેકટ અને અંધત્ત્વ નિવારણ માટે ના પ્રોજેકટ જેવા કાર્યો પૂર્ણ કરવાની નેમ વ્યક્ત કરી હતી.વાપીમાં વિદા ક્લબ ના હોલમાં રોટરી ક્લબ ઓફ વાપીના સભ્યો, કેબિનેટ મંત્રી રોટેરિયન કનુભાઈ દેસાઇ, પદ્મ ભૂષણ રાજુભાઇ શ્રોફ , પાસ્ટ રોટરી ઈન્ટરનેશન પ્રેસિડેન્ટ કલ્યાણ બેનરજી, ડિસ્ટ્રીકટ ગવર્નર તુષાર શાહ અને નેહલ શાહ ની ઉપસ્થિતિમાં શનિવારે નવા પ્રમુખ તરીકે હાર્દિક શાહ ની વરણીની કરવામાં આવી...