વાપી GIDC માં ટ્રાફિકના નિરાકરણ માટે ખાનગી એજન્સીને અડધા કરોડનો કોન્ટ્રાકટ….! પરંતુ, માર્ગ પર બન્ને તરફ વાહનોનો ખડકલો
વાપી GIDC માં એક તરફ ખાનગી કંપનીઓએ મુખ્ય માર્ગને જ વાહનોના પાર્કિંગમાં તબદીલ કરી નાખ્યો છે. તો, બીજી તરફ ટ્રાફિક સમસ્યા હળવી કરવા VIA, નોટિફાઇડ દ્વારા રાજકોટની એક એજન્સીને અડધો કરોડનો વાર્ષિક કોન્ટ્રાકટર આપ્યો છે. જો કે, તેમ છતાં GIDC માં તમામ મુખ્ય માર્ગો પર ટ્રાફિક નિયમના અને 3 વર્ષ પહેલાં કલેકટરે બહાર પાડેલ ઓડ-ઇવન જાહેરનામા નો છેદ ઉડી રહ્યો છે.
વાપી GIDC માં પાછલાં ત્રણેક વર્ષથી ટ્રાફિક સમસ્યારૂપ બનતા ટ્રક, કન્ટેનર અને અન્ય વાહનોનો બન્ને તરફનો ખડકલો નિવારી ઓડ ઇવન પદ્ધતિ મુજબ પાર્કિંગની અમલવારી કરવા કાર્યવાહી હાથ ધરાઈ હતી. શરૂઆતમાં આ માટે બાલાજી નામની એક ખાનગી એજન્સીને સિક્યુરિટી સર્વિસનો કન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જો કે, આ સિક્યુરિટીના માણસો માત્ર ટ્રક ચાલકોને હેરાન પરેશાન કરી પૈસાનું ઉઘરાણું કરતા હોય તેની અનેક ફરિયાદો મળતા આ વર્ષે રાજકોટની પવનસૂત નામની ખાનગી સિક્યુરિટી સર્વિસ એજન્સ...