વાપી GIDC માં VGEL, VIA દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગ્રીન બેલ્ટનું ઉદ્ઘાટન કરી વૃક્ષારોપણ કરવામાં આવ્યું
દર વર્ષે 05 જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે મનાવવામાં આવે છે. પ્રથમ વિશ્વ પર્યાવરણ દિવસ 05 જૂન, 1973 ના રોજ “ફક્ત એક પૃથ્વી” "Only One Earth"ના સૂત્ર સાથે મનાવવામાં આવ્યો હતો. જ્યારે આ વર્ષે 2024માં “Our land Our future” ના સૂત્ર સાથે આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત વાપી GIDC માં VGEL, VIA દ્વારા ગ્રીન બેલ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જેનું રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ, VIA પ્રમુખ, VGEL અને ઉદ્યોગકારો ના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તેમજ પોકેટ ગાર્ડનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
5 જૂન 2024 ના વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે VIA, VGEL, GIDC, NAA દ્વારા વૃક્ષારોપણ કરી ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે બનાવેલ 2 પોકેટ ગાર્ડનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ગ્રીન બેલ્ટમાં તૈયાર કરેલ આ ગાર્ડનમાં 30 હજાર જેટલા વિવિધ વૃક્ષોનું વાવેતર કરવામાં આ...