Thursday, November 21News That Matters

Tag: Vapi News For the first time in India

ભારતમાં પ્રથમ વખત: બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં (Bullet Train Project) પ્રારંભિક ધરતીકંપની (Earthquake) તપાસ પ્રણાલી માટે વાપી સહિત 28 સ્થળોએ સિસ્મોમીટર (Seismometers) લાગશે

ભારતમાં પ્રથમ વખત: બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં (Bullet Train Project) પ્રારંભિક ધરતીકંપની (Earthquake) તપાસ પ્રણાલી માટે વાપી સહિત 28 સ્થળોએ સિસ્મોમીટર (Seismometers) લાગશે

Gujarat, Most Popular, National
ભૂકંપ દરમિયાન મુસાફરોની સલામતી અને મહત્વપૂર્ણ માળખાગત સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ (મુંબઇ-અમદાવાદ હાઇ-સ્પીડ રેલ કોરિડોર) માટે અઠ્ઠાવીસ (28) સિસ્મોમીટર લગાવવામાં આવશે. જાપાની શિંકનસેન ટેકનોલોજી પર આધારિત આ પ્રારંભિક ભૂકંપ શોધ પ્રણાલી પ્રાથમિક તરંગો દ્વારા ધરતીકંપ - પ્રેરિત આંચકાઓને શોધી કાઢશે અને ઓટોમેટિક પાવર શટડાઉનને સક્ષમ બનાવશે. જ્યારે વીજ શટડાઉનની જાણ થશે ત્યારે આકસ્મિત બ્રેક્સ સક્રિય કરવામાં આવશે અને અસરગ્રસ્ત વિસ્તારમાં દોડતી ટ્રેનો બંધ થઈ જશે. 28 સિસ્મોમીટરમાંથી 22 સિસ્મોમીટરને એલાઇનમેન્ટ સાથે ઇન્સ્ટોલ કરવામાં આવશે. આઠ મહારાષ્ટ્રમાં હશે – મુંબઈ, થાણે, વિરાર અને બોઈસર - અને 14 ગુજરાતમાં હશે – વાપી, બીલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, મહેમદાવાદ અને અમદાવાદ. સિસ્મોમીટર્સ ટ્રેક્શન સબ-સ્ટેશનો અને એલાઇનમેન્ટની સાથે સ્વિચિંગ પોસ્ટ્સમાં સ્થાપિત કરવામાં આવશે. બાકીના છ...