
વલસાડના ઉમરગામ-વાપી રેલવે સ્ટેશનના Redevelopment અને 3 અન્ડરબ્રિજનું 26મીએ PM મોદી કરશે વર્ચ્યુઅલ શિલાન્યાસ/ઉદ્દઘાટન
26મી ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર દેશમાં 525 રેલવે સ્ટેશન અને 1500 જેટલા રેલવે ફ્લાયઓવર/અંડરપાસના પુનઃવિકાસનો (Redevelopment) શિલાન્યાસ/ઉદ્દઘાટન કરવાના છે. જેમાં વલસાડ જિલ્લાના 4 રેલવે સ્ટેશન અને 3 અંડરબ્રિજનો સમાવેશ થતા જિલ્લાના નાગરિકોમાં ખુશીનો માહોલ છે. હાલ આ શુભઘડીને વધાવવા રેલવે વિભાગ તડામાર તૈયારીઓમાં જોતરાયું છે.
આ અંગે વલસાડ એરિયા મેનેજર અનુરાગ ત્યાગીએ ઉમરગામ અને વાપી રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમ્યાન તેમણે જણાવ્યું હતું કે, 'અમૃત ભારત' રેલવે સ્ટેશન અંતર્ગત "ઉમરગામ રોડ રેલવે સ્ટેશન', વાપી રેલવે સ્ટેશન, ઉદવાડા રેલવે સ્ટેશન અને પારડી રેલવે સ્ટેશનનો Redevelopment સ્કીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26મી ફેબ્રુઆરીએ વિડિઓ કોન્ફરન્સ ના માધ્યમથી દેશવાસીઓને સંબોધન કરશે. તેમજ શિલાન્યાસ કરશે. ગુજરાતના કુલ આવા 17 રેલવે સ્ટેશનનો ...