નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે વાપી નગરપાલિકાના ઓડિટોરિયમ સહિત 39.31 કરોડના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ–ખાતમુહૂર્ત કરાયું
નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે વાપી ખાતેથી વાપી નગરપાલિકાના રૂ. 31.82 કરોડના 20 કામોનું લોકાર્પણ અને રૂ. 7.49 કરોડના 6 કામોનું ખાતમુહૂર્ત મળી કુલ રૂ. 39.31 કરોડના વિકાસકાર્યોનું સાંસદ ડૉ. કે.સી.પટેલ અને પદ્મભૂષણ રજુજુભાઈ શ્રોફની ઉપસ્થિતિમાં લોકાર્પણ – ખાતમુહૂર્ત કર્યું હતું. મંત્રીએ વર્ચ્યુઅલી તકતીઓનું અનાવરણ કરી વિવિધ વિકાસકાર્યોની વાપી વાસીઓને ભેટ આપી હતી.
લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, વાપીના વિકાસની વાત કરીએ તો વાપી નગર પંચાયતથી શરૂ કરી નગરપાલિકા હવે મહાનગરપાલિકા બનશે. દરેકે દરેક સમયે વાપીના વિકાસમાં પોતપોતાનો સહયોગ આપ્યો છે. વડાપ્રધાન વર્ષ 2007માં જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે સ્વર્ણિમ યોજના અમલમાં મૂકી શહેરોના વધુ અને સુવ્યવસ્થિત વિકાસ માટે આયોજન કર્યું હતું. જેનો વાપીને પણ લાભ મળવાથી વાપીનો પણ અવિરત વિકાસ...