વાપી સહિત વલસાડ જિલ્લામાં મુસ્લિમ સમાજ દ્વારા ‘ઈદ-ઉલ-ફિત્ર’ની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી
ઈસ્માલ ધર્મના પવિત્ર રમઝાન માસના કઠીન રોજા સાથે અલ્લાહની ઈબાદત પૂર્ણ કર્યા બાદ બુધવારે ઈદના ચાંદના દીદાર કરી ગુરુવારે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ઈદ-ઉલ-ફિત્રની પરંપરાગત રીતે હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. મુસ્લિમ બિરાદરોએ વાપી સહિત વલસાડ જિલ્લામાં આવેલા ઈદગાહ પર તેમજ મસ્જિદોમાં વહેલી સવારે ખાસ નમાઝ અદા કરી હતી. આ પ્રસંગે વાપી ટાઉનમાં આવેલ ઇદગાહ ખાતે એકબીજાને ઇદની મુબારક બાદી આપી દેશમાં એકતા-ભાઈચારો કાયમ રહે દેશ વિકાસના પંથે આગળ વધે તેવી દુઆ કરી હતી.
અલ્લાહની બંદગીના પવિત્ર રમજાન માસના 30 રોજા પૂરા થયા બાદ ગુરુવારે ઈદ-ઉલ-ફિત્ર (રમજાન ઈદ)ના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. મુસ્લિમ બિરાદરોએ ગુરુવારે સવારે ઈદગાહ અને મસ્જિદોમાં ઈદની નમાજ અદા કરી હતી. નમાજ બાદ એેકબીજાને ગળે લગાડી પરસ્પર ઈદની મુબારકબાદી પાઠવી હતી. વાપીમાં ટાઉન વિસ્તારમાં આવેલ કબ્રસ્તાનમાં અને ઈદગાહમાં અંદાજિત 10 હજાર જ...