ચણોદમાં નર્સરીથી ધોરણ 8 સુધીના બાળકો માટે સાર્થક ઈંગ્લીશ મીડીયમ સ્કૂલનો પ્રારંભ, 400 જેટલા બાળકોને અપાશે પાયાનું શિક્ષણ
વાપીના ચણોદ ગામમાં નવ નિર્મિત સાર્થક ઈંગ્લીશ મીડીયમ સ્કૂલના પ્રારંભ પ્રસંગે ભાવુક દ્રશ્યો સર્જાયા હતાં. શાળાના 400 જેટલા બાળકોએ નવી શાળાના પ્રારંભે ઉપસ્થિત રહી શાળાના ટ્રસ્ટી અને સંચાલક એવા ધર્મેન્દ્ર રાય અને સરોજ રાયને પગે લાગ્યા હતાં. શાળા સંચાલક દંપતીએ પણ દરેક બાળકને આલિંગન કરી શાળાના પ્રારંભની ખુશી વ્યક્ત કરી હતી. તો, શિક્ષક-છાત્રોનો એકબીજા પ્રત્યેનો આ પ્રેમ જોઈ ઉપસ્થિત વિદ્યાર્થીઓના વાલીઓ, ગ્રામજનોની આંખોમાં પણ હર્ષના આંસુ છલકાયા હતાં.
વાપીના ચણોદ વિસ્તારમાં છેલ્લા 18 વર્ષથી શિક્ષણની જ્યોત જગાવતા અને સ્થાનિક ગરીબ પરિવારના બાળકોને સામાન્ય ફી માં અંગ્રેજી ભાષા સહિત હિન્દી ભાષાનું જ્ઞાન આપતા ધર્મેન્દ્ર રાય અને સરોજ રાય નામના દંપતીએ સાર્થક ઈંગ્લીશ મીડીયમ સ્કૂલનો પ્રારંભ કર્યો છે.
ચણોદના આરાધના નગરમાં શરૂ થયેલ આ શાળાનું નામ સાર્થક ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ છે. જેનું બુધવારે ઉદ્ઘાટન કરવામા...