Friday, October 18News That Matters

Tag: Vapi News Due to the incompetence of the paper mill managers and office bearers of the association who believe in destroying the environment the paper mills are heading towards degradation

પર્યાવરણ બગાડવામાં માનતા પેપરમિલના સંચાલકો અને એસોસિએશન ના હોદ્દેદારોની અણઆવડતને કારણે પેપરમિલો અધોગતિ તરફ

પર્યાવરણ બગાડવામાં માનતા પેપરમિલના સંચાલકો અને એસોસિએશન ના હોદ્દેદારોની અણઆવડતને કારણે પેપરમિલો અધોગતિ તરફ

Gujarat, National
વલસાડ જિલ્લામાં વાપી, સરીગામ અને મોરાઈ જેવા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ધમધમતી પેપર મિલો આ વિસ્તારમાં પર્યાવરણ બગાડવામાં મોટી ભૂમિકા ભજવી ચુકી છે. સુરક્ષા અને સલામતીના બણગાં ફૂંકવા વચ્ચે અનેક વાર આવી મિલોમાં થતા ગમખ્વાર અકસ્માતો જગ જાહેર છે. અનેકવાર GPCB ના દંડનો ભોગ બનતી હોય, પેપરમિલોના સંચાલકોએ એસોસિએશન બનાવ્યું છે. જો કે, પેપર ઇન્ડસ્ટ્રી ને વિકાસના પંથે લઈ જવાના ઉદેશયથી બનેલું આ એસોસિએશન તે બાદ તેમાં નિમાયેલા લગભગ દરેક હોદ્દેદારો એ જાણે માત્ર પોતાની કંપનીનો જ વિકાસ સાધ્યો હોય આજે આ વિસ્તારની પેપરમિલો બદનામી સાથે અધોગતિ તરફ ધકેલાય રહી છે. પર્યાવરણ દિવસે પર્યાવરણને બચાવવા માટે કામ કરતા હોવાના બણગાં ફૂંકી નામ માત્રના ઝાડ વાવતા અને જેની સામે કાચા માલ રૂપે જંગલનો સફાયો કરવામાં માનતા પેપરમિલ સંચાલકો ના પાપે વલસાડ જિલ્લામાં પર્યાવરણીય માઠી અસર પડી છે. દર વખતે મનોમંથનમાં આ ઠીકરું કેમિકલ ઇન્ડસ્ટ્...