
વાપીમાં આશિર્વાદ હોસ્પિટલના ડૉ. સિદ્ધાર્થ પટેલે પિતાનું સપનું સાકાર કર્યું, અદ્યતન OT કોમ્પ્લેક્ષનો માતા-પિતાના હસ્તે શુભારંભ કરાવ્યો
વાપીમાં ઓર્થોપેડિક સર્જરીમાં આગવું નામ ધરાવતી આશિર્વાદ હોસ્પિટલમાં રવિવારથી અદ્યતન ઓપરેશન થિએટરના નિર્માણ બાદ શુભારંભ કરવામાં આવ્યો છે. આ ઉદ્ઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત વાપીના અગ્રણી નાગરિકોએ આશિર્વાદ હોસ્પિટલના સંચાલક દંપતી ડૉ. સિદ્ધાર્થ પટેલ, ડૉ. મનપ્રીત પટેલને અને તેમના માતા-પિતા ડૉ. દેવપ્રકાશ પટેલ, ડૉ. રૂપાબેન પટેલને શુભકામનાઓ પાઠવી હતી.
વાપીમાં વર્ષ 1998માં ઓર્થોપેડિક ડૉ. દેવપ્રકાશ પટેલ અને ગાયનેકોલોજિસ્ટ ડૉ. રૂપાબેન પટેલ નામના તબીબ દંપતીએ ચલા વિસ્તારમાં Ashirvad Hospital ની શરૂઆત કરી હતી. જે દરમ્યાન આ જ હોસ્પિટલમાં અદ્યતન OT નિર્માણનું સપનું સેવ્યું હતું. હાલમાં આ હોસ્પિટલનું તેમના ઓર્થોપેડિક પુત્ર ડૉ. સિદ્ધાર્થ પટેલ અને પુત્રવધુ ડૉ. મનપ્રીત પટેલે સુકાન સાંભળ્યું છે. જેઓએ હોસ્પિટલમાં અદ્યતન OT કોમ્પ્લેક્ષ ઉભું કરી માતાપિતાનું સંપનું સાકાર કર્યું છે.
તબીબ દંપતીએ તેમના ગ્...